📡 સ્માર્ટ અને પ્રિસિઝન ફાર્મિંગ (આઈ.ઓ.ટી. ડિવાઇઝ) યોજના – 2025
📅 અરજીની તારીખ: 24/07/2025 થી 07/08/2025
🔶 ઘટક વર્ણન:
ખેડૂત મિત્રો હવે તેમની ખેતીને વધુ સ્માર્ટ અને ટેકનોલોજી આધારિત બનાવી શકે છે! ખેતીમાં ઉપયોગી વિવિધ આધુનિક સાધનો ખરીદવા માટે સરકારશ્રી તરફથી આકર્ષક સહાય મળવા પાત્ર છે.
🛠️ પાત્ર સાધનો:
-
લેસર લેન્ડ લેવલર
-
ન્યુમેટિક પ્લાન્ટર / સુપર સીડર
-
ઓટોમેટિક સીડ કમ ફર્ટિલાઈઝર ડ્રિલ
-
કિસાન ડ્રોન
-
ડીપ હિલર / રેઈઝ બેડ પ્લાંટર
-
પ્લાન્ટ ટોપર / પોટેટો પ્લાંટર
-
રુટ ક્રોપ વિન્ડોવર
-
પેડી ટ્રાન્સપ્લાન્ટર
-
ખાતર સ્પ્રેડર (મેન્યુયર)
-
મલ્ચ લેયિંગ મશીન
💧 અટલે નહીં, જો MIS સિસ્ટમ (ડ્રીપ / સ્પ્રિંકલર) પણ છે તો તમે પાત્ર છો!
💰 સહાયવિશે વિગત:
-
સાધન ખરીદી પર 50% અથવા ₹75,000/- (જે ઓછું હોય) સહાય મળશે.
-
સહાય માત્ર બે એકર સુધીની મર્યાદામાં મળશે.
-
સરકારના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે ડિજિટલ કનેક્ટ થયા પછી:
-
પ્રથમ ડેટા આપ્યા પછી 75% સહાય
-
4 મહિના સતત માહિતી આપ્યા બાદ બાકી 25% સહાય પ્રો-રેટા આધાર પર મળશે.
-
📌 નોંધ:
આ યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 07 ઑગસ્ટ, 2025 છે. તાત્કાલિક અરજી કરો અને ખેતીમાં નવી ટેકનોલોજીનો લાભ લો.
📲 વધુ માહિતી માટે જોડાઓ અમારી ટીમ સાથે અથવા તમારી નજીકની કૃષિ કચેરીમાં સંપર્ક કરો.