ખેડૂટ માટે સ્માર્ટફોન ખરીદી સહાય યોજના
Smartphone Purchase Assistance Scheme for Farmers
🟢 યોજનાનો હેતુ:
- આજના સમયમાં કૃષિ ક્ષેત્રે IT ટેકનોલોજીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ખેડૂતો નવીન ટેકનિક અને માહિતી મળવાથી પાક ઉત્પાદન અને આવકમાં વધારો કરી શકે છે. સ્માર્ટફોન દ્વારા ખેડૂતો નીચે મુજબ લાભ મેળવી શકે છે:
- હવામાનની માહિતી, વરસાદ, રોગ અને જીવાતની શક્યતાઓ
- આધુનિક ખેતી પદ્ધતિઓ, જીવાત નિયંત્રણ અને ઉપયોગી પ્રકાશનો
- કૃષિ વિભાગની વિવિધ સહાય યોજનાઓની માહિતી અને અરજી પ્રક્રિયા
🟢 લાભાર્થી કોણ બને?
- ગુજરાત રાજ્યના તમામ જમીનધારક ખેડૂતો
- ભાડેથી ખેતી કરતા ખેડૂત પણ લાભ લઈ શકે છે, પણ એક જ ખેડૂત એક વાર લાભ લઈ શકે છે
- સંયુક્ત ખાતાવાળાઓના મામલે માત્ર 8-અ માં દર્શાવાયેલા ખેડૂતમાંથી કોઈ એકને જ લાભ મળશે
🟢 સહાયનો દર:
🔹 સ્માર્ટફોન ખરીદી માટે સહાય:
- ખેડૂતોને ખરીદ કરેલા સ્માર્ટફોનના ભાવના 40% અથવા ₹6000/- (જે ઓછું હોય) સુધી સહાય આપવામાં આવે છે.
🔹 લાભનો નિયમ:
- પ્રત્યેક ખેડૂતને આ યોજના હેઠળ ફક્ત એકવાર જ સહાય મળવાપાત્ર છે. 📱✅
🟢 અરજી કરવાની રીત:
- અરજી ઓનલાઇન i-Khedut પોર્ટલ પર કરો:
🔗 ikhedut.gujarat.gov.in - અરજી ફોર્મ શરૂ થવાની તારીખ વખતો વખત ઉપર આપેલા પોર્ટલ(આઈ ખેડૂત) પર જોતા રહો.
- અરજી માટે નિકટના પબ્લિક સર્વિસ સેન્ટર, સાયબર કેફે, અથવા પોતે પણ અરજી કરી શકાય છે
- કૃષિ વિભાગના નિર્ણય મુજબ સ્માર્ટફોન ખરીદવો ફરજિયાત છે
- વધુ માહિતી માટે તમારા ગામના ગ્રામસેવક, ખેતી અધિકારી અથવા જિલ્લા કૃષિ અધિકારીનો સંપર્ક કરો
📞 સંપર્ક માટે લિંક:
🔗 સંપર્ક વિગતો માટે અહીં ક્લિક કરો
📌 નોંધ: મોબાઈલ ખરીદી પછી બિલ અને જરૂરી દસ્તાવેજ સાથે અરજી કરવી ફરજિયાત રહેશે.
🌾 વધુ યોજનાઓ માટે મુલાકાત લો: