સનેડો કૃષિ સાધન સહાય યોજના – 2025

BARANDA
By -
0


🚜 સનેડો કૃષિ સાધન સહાય યોજના – 2025

  • ખેતીને વધુ સરળ અને કાર્યક્ષમ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા “સનેડો” કૃષિ સાધન ખરીદી પર નાણાકીય સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના ખેડૂતોએ આધુનિક મશીનરીનો ઉપયોગ કરી ખેતીના ખર્ચમાં ઘટાડો કરે અને સમયસર કામગીરી કરી શકે તે હેતુથી બનાવવામાં આવી છે.

સનેડો કૃષિ સાધન સહાય યોજના – 2025
સનેડો કૃષિ સાધન સહાય યોજના – 2025


🎯 યોજનાનો ઉદ્દેશ

  • રાજ્યના ખેડૂતો ખેતી કાર્યો માટે આધુનિક મશીનરી અપનાવે અને મજૂરની અછત વચ્ચે ઓછા સમયમાં ઓછા ખર્ચે ખેતમજૂરી પુરી કરી શકે તે માટે સનેડો સાધન ખરીદવા માટે આ સહાય આપવામાં આવે છે.

સનેડો” એ કૃષિ સાધનનું સ્થાનિક નામ છે, જેમાં 7 થી 10 હોર્સ પાવર ના એન્જિન, ગિયરબોક્સ, હાઇડ્રોલિક સિસ્ટમ અને 3 કે 4 ટાયર્સ હોય છે. તેનો ઉપયોગ જમીન તૈયાર કરવા, વાવણી, દવા છાંટવા અને માલ વહન માટે થાય છે.” 

 

🧑‍🌾 અરજદારની પાત્રતા

  • આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો લઈ શકે છે.
  • ખેડૂત પાસે પોતાની જમીન હોવી જરૂરી છે.
  • નોંધ: સાધન ભારત સરકારના માન્ય ટેસ્ટિંગ સેન્ટર દ્વારા ટેસ્ટ કરાયેલું હોવું જરૂરી છે.

📝 અરજી કેવી રીતે કરવી?

  1. ખેતી અને સહાયક વિભાગની iKhedut Portal પર જાઓ.
  2. ‘યોજનાઓ’ વિભાગમાંથી “કૃષિ સાધન સહાય યોજના” પસંદ કરો.
  3. ‘સનેડો’ વિકલ્પ પસંદ કરી ઓનલાઇન અરજી કરો.
  4. જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.
  5. અરજી ફોર્મ ભર્યા બાદ સબમિટ કરો અને રસીદ ડાઉનલોડ કરો.

📄 જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • જમીનના 7/12 અને 8અ ઉતારા
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • મોબાઇલ નંબર
  • સાધનનું રસીદ અને ટેસ્ટ રિપોર્ટ

❓ વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

✔️ સહાય કેટલી વાર મેળવી શકાય?
એક ખેડૂતને 7 વર્ષમાં એકવાર સહાય મળશે.
✔️ કેટલો સહાય મળે છે?
કુલ ખર્ચના 25% અથવા ₹25,000/- (જે ઓછું હોય).
✔️ અરજિ કયા પોર્ટલ પરથી કરવી?
https://ikhedut.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)
3/related/default