🚜 સનેડો કૃષિ સાધન સહાય યોજના – 2025
- ખેતીને વધુ સરળ અને કાર્યક્ષમ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા “સનેડો” કૃષિ સાધન ખરીદી પર નાણાકીય સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના ખેડૂતોએ આધુનિક મશીનરીનો ઉપયોગ કરી ખેતીના ખર્ચમાં ઘટાડો કરે અને સમયસર કામગીરી કરી શકે તે હેતુથી બનાવવામાં આવી છે.
![]() |
સનેડો કૃષિ સાધન સહાય યોજના – 2025 |
🎯 યોજનાનો ઉદ્દેશ
- રાજ્યના ખેડૂતો ખેતી કાર્યો માટે આધુનિક મશીનરી અપનાવે અને મજૂરની અછત વચ્ચે ઓછા સમયમાં ઓછા ખર્ચે ખેતમજૂરી પુરી કરી શકે તે માટે સનેડો સાધન ખરીદવા માટે આ સહાય આપવામાં આવે છે.
“સનેડો” એ કૃષિ સાધનનું સ્થાનિક નામ છે, જેમાં 7 થી 10 હોર્સ પાવર ના એન્જિન, ગિયરબોક્સ, હાઇડ્રોલિક સિસ્ટમ અને 3 કે 4 ટાયર્સ હોય છે. તેનો ઉપયોગ જમીન તૈયાર કરવા, વાવણી, દવા છાંટવા અને માલ વહન માટે થાય છે.”
🧑🌾 અરજદારની પાત્રતા
- આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો લઈ શકે છે.
- ખેડૂત પાસે પોતાની જમીન હોવી જરૂરી છે.
- નોંધ: સાધન ભારત સરકારના માન્ય ટેસ્ટિંગ સેન્ટર દ્વારા ટેસ્ટ કરાયેલું હોવું જરૂરી છે.
📝 અરજી કેવી રીતે કરવી?
- ખેતી અને સહાયક વિભાગની iKhedut Portal પર જાઓ.
- ‘યોજનાઓ’ વિભાગમાંથી “કૃષિ સાધન સહાય યોજના” પસંદ કરો.
- ‘સનેડો’ વિકલ્પ પસંદ કરી ઓનલાઇન અરજી કરો.
- જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.
- અરજી ફોર્મ ભર્યા બાદ સબમિટ કરો અને રસીદ ડાઉનલોડ કરો.
📄 જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- જમીનના 7/12 અને 8અ ઉતારા
- બેંક પાસબુક
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- મોબાઇલ નંબર
- સાધનનું રસીદ અને ટેસ્ટ રિપોર્ટ
❓ વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
✔️ સહાય કેટલી વાર મેળવી શકાય?
એક ખેડૂતને 7 વર્ષમાં એકવાર સહાય મળશે.
✔️ કેટલો સહાય મળે છે?
કુલ ખર્ચના 25% અથવા ₹25,000/- (જે ઓછું હોય).
✔️ અરજિ કયા પોર્ટલ પરથી કરવી?
https://ikhedut.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરો.